Home> India
Advertisement
Prev
Next

Mumbai: ટ્રાવેલ્સના ધંધા હેઠળ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 અભિનેત્રીઓ પકડાઈ

પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ (Sex Racket)  એક થ્રી સ્ટાર હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને એક 29 વર્ષની મહિલા દલાલ પ્રિયા શર્મા અને 3 અન્ય યુવતીઓને પકડી છે.

Mumbai: ટ્રાવેલ્સના ધંધા હેઠળ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 અભિનેત્રીઓ પકડાઈ

મુંબઈ: પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ (Sex Racket)  એક થ્રી સ્ટાર હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને એક 29 વર્ષની મહિલા દલાલ પ્રિયા શર્મા અને 3 અન્ય યુવતીઓને પકડી છે. પોલીસના જણાવ્યાં મુજબ જે ત્રણ યુવતીઓ પકડાઈ છે તેમાંથી એક સગીર છે. આ યુવતીઓ સીરિયલોમાં કામ કરે છે.

fallbacks

પોલીસે ગુરુવારે સાંજે અંધેરી (Andheri) ઈસ્ટની એક હોટલમાં દરોડા પાડ્યા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ પ્રિયા શર્મા નામની આ દલાલ મહિલા ટુર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે અને તેની આડમાં મોટી મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે છોકરીઓને મોકલવાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે. પોલીસના ખબરીઓ ગ્રાહક બનીને પહોંચ્યા હતાં. ગ્રાહકોના રૂપમાં પોલીસે મોકલેલા ખબરીઓ ત્યાં દલાલ અને બાકીની 3 યુવતીઓને મળ્યા હતાં. ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા અને ત્રણેય મહિલાઓને છોડાવી. 

જુઓ LIVE TV

પોલીસે આઈપીસીની અલગ અલગ ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને મહિલા દલાલની ધરપકડ કરી છે. મહિલાએ પકડાયેલી યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલી હતી. બચાવવામાં આવેલી યુવતીઓમાંથી એક યુવતી સાવધાન ઈન્ડિયા ટીવી ક્રાઈમ શોમાં કામ કરે છે. અન્ય એક મહિલા કલાકાર મરાઠી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરે છે. ઈન્સ્પેક્ટર રેવલેએ જણાવ્યું કે સગીર યુવતી એક વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More